તમારો જિલ્લો પસંદ કરો

આનંદો! ભારતીય મોસમ વિભાગનું પૂર્વાનુમાન, કેરળમાં 31મેના ચોમાસાની થશે શરૂઆત, જાણો - કેવું રહેશે ચોમાસુ?

આનંદો! ભારતીય મોસમ વિભાગનું પૂર્વાનુમાન, કેરળમાં 31મેના ચોમાસાની થશે શરૂઆત, જાણો - કેવું રહેશે ચોમાસુ?
પ્રતિકાત્મક તસવીર

જુઓ - મોસમ વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં પૂર્વાનુમાન કઈ તારીખે કર્યું અને વરસાદ કઈ તારીખે આવ્યો, મોટાભાગની આગાહી સાચી પડી છે.

  • Share this:
અમદાવાદ : જગતના તાત માટે સારા સમાચાર છે.ભારતીય મોસમ વિભાગે સતાવાર ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું છે.કેરળમાં 31મેના ચોમાસાની શરૂઆત થવાનું અનુમાન છે.તેમજ 31 મેંના ચોમાસુ શરૂ થવાનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે પરંતુ પૂર્વાનુમાન તારીખ કરતા 4 દિવસ આગળ પાછળ થઈ શકે છે.જોકે ચોમાસાની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે.અંદમાન સમુદ્રમાં સાનુકૂળ પરિસ્થિતિ બની રહી છે.22 મેના અંદમાન સમુદ્રમાં શરૂઆત થયા બાદ આગળ વધશે.અને 31મેના કેરળ પહોંચવાનું પુરવાનુંમાન છે.

દરેક ઋતુની શરૂઆત પહેલા મોસમ વિભાગ દ્વારા પૂર્વાનુમાન લગાવવામાં આવતી હોય છે ઋતુ કેવી રહેશે.ઉનાળોમાં તાપમાન કેટલું રહશે,ચોમાસુ વરસાદ કેટલો થશે અને શિયાળામાં ઠંડીનું પ્રમાણ કેવું રહેશે તેનું પૂર્વાનુમાન જાહેર કરતા હોય છે પરંતુ ચોમાસાના પૂર્વાનુમાનની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે અને ખાસ તો ચોમાસાની શરૂઆત ક્યારે થશે. મોસમ વિભાગે જાહેર કર્યું છે કે 31 મેના ચોમાસાની શરૂઆત થશે.જોકે સામાન્ય રીતે તો પહેલી જુનના ચોમાસાની શરૂઆત થાય છે.



આ પણ વાંચોકેવી રીતે થાય છે મ્યુકોરમાઈકોસિસ સારવાર? શું છે લક્ષણો? કેટલી ખર્ચાળ છે આ સારવાર? જુઓ - તમામ માહિતી

મોસમ વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં પૂર્વાનુમાન કઈ તારીખે કર્યું અને વરસાદ કઈ તારીખે આવ્યો.

વર્ષ          વાસ્તવિક તારીખ    પૂર્વાનુમાનની તારીખ

2016              8 જૂન                            7 જૂન

2017             30 મે                             30 મે

2018               29 મે                            29મે

2019                8 જુન                         6 જુન

2020                 5 જુન                        1 જુન

આ પણ વાંચોરાજકોટ : Coronaએ આહિર પરિવાર પર કહેર વરતાવ્યો, ત્રણ સભ્યોએ ગુમાવ્યો જીવ, ચાર દિવસનું બાળક મમતા વિહોણુ બન્યું

કેવું રહેશે ચોમાસુ?

મોસમ વિભાગ દ્વારા દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે તેમજ દેશમાં ચોમાસાનો 98 ટકા વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. કેરળમાં ચોમાસાની શરૂઆત થયા બાદ ચોમાસુ ધીમે ધીમે આગળ વધશે.અને ત્યાર બાદ 15 જૂન બાદ ગુજરાત માં ચોમાસાની શરૂઆત થશે. પરંતુ ગુજરાત માં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે જેના કારણે અનેક વિસ્તાર વરસાદ પણ થયો છે.જોકે જોવાનું એ રહેશે અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે એ વાવઝોડાની કૂ અસર ચોમાસાની પેટન પર થાય છે કે નહીં
Published by:kiran mehta
First published:May 14, 2021, 20:18 pm

ટૉપ ન્યૂઝ